વ્યારા વિસ્તારમાં યુવતી સાથે છેડતીના પ્રયાસમાં અભયમ 181 ટીમની તાત્કાલિક કામગીરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

વ્યારા તાલુકા વિસ્તારમાંથી એક યુવતીએ 181 મહિલા હેલ્પલાઈન પર સંપર્ક કરી છેડતીના પ્રયાસ અંગે જાણ કરી હતી. માહિતી પ્રાપ્ત થતા જ અભયમ 181 તાપી રેસ્ક્યૂ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, સંબંધિત વ્યક્તિ વ્યસનાવસ્થામાં યુવતીના નિવાસસ્થાને આવી નિવાસસ્થાને આવી તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તાત્કાલિક વિરોધ નોંધાવતા વ્યક્તિ સ્થળ પરથી નીકળી ગયો હતો.

અભયમ ટીમ દ્વારા યુવતીને કાઉન્સેલિંગ આપી માનસિક આધાર પૂરો પાડવામાં આવ્યો હતો. તેમજ સંબંધિત વ્યક્તિ અને તેના પરિવારજનોને મહિલાની છેડતી કરવી કાયદેસર ગુનો બને છે તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સખત ચેતવણી આપવામાં આવી હતી. યુવતી દ્વારા હાલ કાનૂની કાર્યવાહી અંગે અનિચ્છા વ્યક્ત કરાતા, અભયમ ટીમે સંબંધિત વ્યક્તિ અને પરિવારજનોની બાંહેધરી મેળવી કાયદેસર પરિણામોની જાણ સાથે તાકીદ કરી હતી.

અભયમ 181 મહિલા હેલ્પલાઈન મહિલાઓની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે સતત કાર્યરત છે. મહિલાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી અથવા હેરાનગતિની પરિસ્થિતિમાં 181 હેલ્પલાઈનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

 

 

Leave a Comment

और पढ़ें