રાજ્યના વિકાસ કમિશનર હિતેશ કોયા તાપી જિલ્લાની મુલાકાતે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

વ્યારા

રાજ્યના વિકાસ કમિશનર હિતેશ કોયાએ શુક્રવારે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે વિકાસલક્ષી કામોની સમીક્ષા અર્થે વિશેષ મુલાકાત લીધી હતી.

૧૫માં નાણાપંચ અને સ્વચ્છતા અભિયાનના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરતા કોયા

કોયા દ્વારા ગામમાં કાર્યરત વિવિધ સરકારી યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ૧૫માં નાણાપંચ હેઠળ થયેલા વિકાસકામો અને સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત ગામની સફાઈ વ્યવસ્થા અને સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિકાસ કમિશનરએ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા નાણાકીય આયોજન અને અમલીકરણની પ્રશંસા કરી હતી.

આ મુલાકાત દરમિયાન કોયાએ ગડત ગામના ‘જાગૃતિ સખી મંડળ’ ની મુલાકાત લીધી હતી. આ મંડળની પાંચ બહેનોએ મનરેગા યોજના અંતર્ગત મળેલા વર્મી કમ્પોસ્ટ બેડ દ્વારા ખાતર બનાવીને આજીવિકા મેળવવાની સરાહનીય કામગીરી કરી છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તથા સીએસઆર ફંડ હેઠળ તૈયાર થયેલ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો, ચાઈલ્ડ મેલ્નુરેશન ટ્રિટમેન્ટ સેન્ટર વગેરેની મુલાકાત કરી હતી.

વિકાસ કમિશનર કોયાએ જૂથના પ્રમુખ લીલાબેન સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક (DRDA) એ પણ બહેનોને આજીવિકા વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ, ઉચ્ચ અધિકારીઓની આ મુલાકાતથી ગામના વિકાસકામોને નવું બળ મળ્યું છે.

આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, ડીઆરડીએ નિયામક ખ્યાતિ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Comment

और पढ़ें