ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં કાર્યરત બાલિકા પંચાયતોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજિત ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમમાં 55 બાલિકાઓએ નેતૃત્વની તાલીમ મેળવી…
બાલિકા પંચાયત મજબૂતીકરણ તાલીમ અંતર્ગત બાલિકા પંચાયતના મોડ્યુલ આધારિત અનેક મહત્ત્વપૂર્ણ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે બાલિકા પંચાયતની રચના અને તેના માપદંડો,જાતિગત ભેદભાવની નાબૂદી અને જીવન કૌશલ્ય,નેતૃત્વના ગુણો અને સામાજિક જવાબદારી, પોષણ, આરોગ્ય અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ અને વ્યવસાય કૌશલ્યવર્ધન યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.








