ગાંધીનગર

રાજ્યના યુવાનોને આધુનિક અને વૈશ્વિક કક્ષાની તાલીમ પૂરી પાડવા માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે દેશના પિડિલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, NAMTECH, ટાટા IIS, જસ્ટ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો (વડનગર) અને IACE જેવા અગ્રણી ઉદ્યોગ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા.
સરકાર, ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓ વચ્ચેના આ ત્રિવેણી સંગમ થકી ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બનશે અગ્રેસર: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા








