આણંદ


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ AIનું લોકાર્પણ કર્યું.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રીમોટ દ્વારા ‘અમૂલ એઆઈ’ (Amul AI) ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ અમુલ AIની ટૂંકી ફિલ્મ નિહાળી હતી.
‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્રને સાર્થક કરી દૂધ ઉત્પાદકોને આર્થિક લાભ મેળવવામાં સહાય કરતી નવીનતમ ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ એપ્લિકેશન સહકારી ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવશે.
સરકાર-સહકાર અને ટેક્નોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી છે : મુખ્યમંત્રી









