વ્યારા વિકાસ શાહ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં પૂર્ણેશ મોદીની સાથે સંગઠનના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં સૂરજ વસાવા ( જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ)
વ્યારા વિધાનસભાના ધારાસભ્ય
મોહન ભાઈ કોંકણી, કૈલાશ બેન ગામીત ( પ્રદેશ મંત્રી ) જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત મહામંત્રીઓ તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
પત્રકાર પરિષદને સંબોધતા પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ બજેટ દેશના વિકાસને નવી ગતિ આપનારું અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સિદ્ધ કરનારું છે. તેમણે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ જેવી કે:
ખેડૂત કલ્યાણ: કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ માટેની ફાળવણી.
યુવા રોજગાર: કૌશલ્ય વર્ધન અને રોજગારીની નવી તકો.
મધ્યમ વર્ગને રાહત: ટેક્સ સ્લેબમાં ફેરફાર અને આર્થિક સુરક્ષા.
આદિવાસી વિકાસ: તાપી જેવા આદિવાસી બહુલ વિસ્તારો માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ યોજનાઓ.
સંગઠન દ્વારા જન સંપર્કનું આયોજન જિલ્લા પ્રમુખ સૂરજ વસાવાએ માહિતી આપી હતી કે, આગામી દિવસોમાં ભાજપના કાર્યકરો ગામે-ગામ જઈને લોકોને બજેટની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરશે. પત્રકાર પરિષદના અંતે ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બજેટ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિના દ્વાર ખોલશે.











