નૈતિક મતદાન અને જાગૃતિના સંકલ્પ સાથે તાપી જિલ્લામાં ઉજવાયો ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિવસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

તાપી જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. વી. મદાત અને વ્યારા પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ, વ્યારા મામલતદાર મનીષ ભોઈ સહિતના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે, ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. વધુમાં સૌએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા સામુહિક મતદાર શપથ ગ્રહણ કર્યા હતા.

વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે તાપી જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें