World Kumite Organization દ્વારા વિન્ટર કેમ્પનું સફળ આયોજન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

માંડવી

માંડવી તાલુકાના ગોદાધા ગામ ખાતે તારીખ ૩ થી ૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન World Kumite Organization દ્વારા ભવ્ય વિન્ટર કેમ્પ અને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સિહાન દીપકભાઇ ચૌધરીની પાવન સ્મૃતિમાં રાખવામાં આવ્યો હતો અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કેમ્પમાં ગુજરાત ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ ચાલેલા આ તાલીમ કેમ્પમાં કરાટેના વિવિધ પ્રકારે કુમિતે, કાતા, આત્મરક્ષા કૌશલ્ય, શિસ્ત અને શારીરિક તંદુરસ્તી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પને સફળ બનાવવા માટે વર્લ્ડ કુમિતે ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કોચ અને સભ્યો તરીકે સિહાન પ્રેમનારાયણ પાંડે અને સિહાન પનુઅલ અમીન તથા અન્ય કોચનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમની માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી પોતાની પ્રતિભા સાબિત કરી હતી.

કેમ્પમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત-દક્ષતા દેખાડી ઘણી ટ્રોફીઓ અને સન્માન પ્રાપ્ત કર્યું હતું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આશ્રમશાળાના ટ્રસ્ટીઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનોએ ખેલાડીઓને આશીર્વાદ આપતાં જણાવ્યું કે આવા કેમ્પોથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની સોનેરી તક મળે છે.

કાર્યક્રમના અંતે તમામ ખેલાડીઓ, ટ્રેનરો અને મહેમાનોની હાજરીમાં કરાટેની પરંપરા મુજબ સૌએ એકસુરે “ઓસુ” ઉચ્ચારી કાર્યક્રમની ભવ્ય સમાપ્તિ કરવામાં આવી.

Leave a Comment

और पढ़ें