તાપી ડોલવણ
તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મંગળવારના રોજ મામલતદાર કચેરી, ડોલવણ ખાતે “તાલુકા સ્વાગત” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન અરજદારશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને સાંભળવામાં આવી હતી.
કલેક્ટરએ રજૂ થયેલી અરજીઓનો હકારાત્મક અભિગમ સાથે સ્થળ પર જ યોગ્ય નિકાલ કરાવ્યો હતો. સાથે જ નાગરિકોના પ્રશ્નોનો તાલુકા કક્ષાએથી જ ઝડપભેર અને અસરકારક રીતે ઉકેલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.









