તાપી વાલોડ

તાપી જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશન (દારૂ)ના ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલનો નામદાર કોર્ટના હુકમ અનુસાર આજે નાશ કરવામાં આવ્યો છે.
SDM વ્યારાની પ્રત્યક્ષ હાજરીમાં, Dysp વ્યારા અને નિઝર તેમજ નશાબંધી અને આબકારી વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ મુદ્દામાલ તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ સુધીના સમયગાળામાં દરમ્યાન પ્રોહીબિશનના ગુનામાં કબજે કરેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.
વ્યારા: ૫૩૧૮ બોટલ (કિંમત રૂ. ૧૧,૫૨,૦૭૧)
વાલોડ: ૫૯૧૬ બોટલ (કિંમત રૂ. ૧૪,૮૪,૭૮૫)
ડોલવણ: ૨૬૧૧ બોટલ (કિંમત રૂ. ૭,૧૩,૩૪૦)
કાકરાપાર: ૫૦ બોટલ (કિંમત રૂ. ૪,૦૦૦)
સોનગઢ: ૧૩૬૯૦ બોટલ (કિંમત રૂ. ૩૦,૦૨,૨૧૬)
ઉકાઈ: ૧૫૮૨ બોટલ (કિંમત રૂ. ૩,૯૩,૪૨૧) કુલ બોટલ: ૨૮,૬૭૭
કુલ કિંમત : રૂ. ૬૭,૪૮,૮૩૩/-










