ડોલવણના પદમડુંગરી કોસીમડા ફળિયા રોડ પર ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી : રસ્તો કરાયો પૂર્વવત..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી ડોલવણ

ભારે વરસાદને કારણે ડોલવણ તાલુકાના પદમડુંગરી કોસીમડા ફળિયા રોડ પર નાળા પાસે કચરો તેમજ ઝાડના અવશેષો ફસાઈ જવાના કારણે વાહનવ્યવહાર અવરોધાયો હતો. ગ્રામજનોને અવરજવરમાં પડતી મુશ્કેલીને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક એક્શન લઈ નાળાની સફાઈ કરવામાં આવી હતી. તેમજ વરસાદથી અસરગ્રસ્ત બનેલા માર્ગ પર પથ્થર અને જી.એસ.બી. મટીરિયલનો ભરાવો કરી રસ્તાને સમથળ કરવામાં આવ્યો છે. તંત્રની આ ત્વરિત કામગીરીને પગલે કોસીમડા ફળિયા રોડ પર વાહનવ્યવહાર ફરી પૂર્વવત થતાં સ્થાનિક રહીશોએ તંત્રના કામગીરીની સરાહના કરી છે.

Leave a Comment

और पढ़ें