ગાંધીનગર

રાજ્ય સરકારની ઉદ્યોગ ક્ષેત્રે વધુ એક પ્રોત્સાહક પહેલ…
ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામિતના હસ્તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઊર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું; નવી ઊર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશે…
EQDC ખાતે શરૂ કરાયેલી ઊર્જા લેબોરેટરીમાં ડિસ્કોમ કેબલ્સ, એનર્જી મીટર, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર, ઇન્સ્યુલેટર તથા અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ; ઉદ્યોગોને હવે તેની પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું સ્થાનિક કક્ષાએ જ પરીક્ષણ કરવાની સુવિધા મળશે…
નવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશે…








