અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ…ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તેમજ ‘herSTART’ની 5મી આવૃત્તિનો શુભારંભ કરાયો…
માન. વડાપ્રધાનની પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઈન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે : મુખ્યમંત્રી
આ અવસરે મુખ્યમંત્રીએ ‘herSTART’ના ચોથા સંસ્કરણની સફળતાની ગાથા સાથેની કૉફી ટેબલ બુકનું વિમોચન તેમજ વિમેન-લેડ સ્ટાર્ટઅપ્સનું સન્માન કર્યું…










