બારડોલી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય પ્રભારી ડૉ. પ્રશાંતભાઈ કોરાટના સુરત જિલ્લા સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં આજરોજ ‘શ્રી કમલમ્’ સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ ડો. પ્રશાંત કોરાટ જી દ્વારા પાર્ટીના આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકરોમાં ઉર્જા અને સક્રિયતા વધે તે માટે સંગઠનશક્તિ, સમન્વય અને બૂથ સ્તર સુધી પહોંચવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ૨૩-બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, પ્રદેશ ભાજપાના સદસ્ય અર્જુનભાઈ ચૌધરી તથા તાપી જિલ્લા ભાજપાના પૂર્વ મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, સુરત જીલ્લા ભાજપા મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ, સુરત જીલ્લા ભાજપાના હોદ્દેદારઓ, જીલ્લાના મીડિયાના સંયોજક તેજસ વશી,આઈ.ટી, સંયોજક પલક નાયક, સોશિયલ મીડિયાના સંયોજક વિજયસિંહ સોલંકી તથા , તમામ મંડળના પ્રમુખ/મહામંત્રીઓ, તા.પંચાયત તથા નગરપાલિકા ચૂંટાયેલા સભ્યઓ, તેમજ સૌ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. બેઠકનું સંચાલન જિલ્લા મહામંત્રી જગદીશ ભાઈ પારેખ કર્યું હતું. જયારે આભાર વિધિ મહામંત્રી રોહિતભાઈ પટેલે કરી હતી.આ તેમજ મહામંત્રી અંકુરભાઈ દેસાઈ એ વ્યવસ્થા સંભાળી હતી.બેઠક અંતે સર્વે કાર્યકરોને આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા સ્તરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. સંસદ, ધારાસભ્યઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના નગરસેવકો, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








