વાલોડ

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે વાલોડ તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત રૂ. 7.82 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતુમુહુર્ત કરાયું હતું. જેમાં જામણીયા, કણજોડ, કુંભીયા, ભીમપોર અને રાનવેરી પંચાયત ઘર, જામણીયા અને દેગામા સબ સેન્ટર, અંબાચ અને દેગામા ખાતે લાઈબ્રેરી તેમજ વિવિધ વિકાસના કામોનો સમાવેશ થાય છે.









