વ્યારા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬–૨૭ માટે તાપી જિલ્લામાં યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજાશે. આ અંતર્ગત અંડર–૯ અને અંડર–૧૧ વય જૂથના ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાનો એડમિશન ટેસ્ટ તા. ૧૬/૦૨/૨૦૨૬ના રોજ ભાઇઓ માટે અને તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ બહેનો માટે સવારે ૮:૦૦ કલાકથી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, વ્યારા ખાતે યોજાશે.
ખેલ મહાકુંભ–૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાએ ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં પ્રથમથી આઠમા ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ આ ટેસ્ટ માટે પાત્ર રહેશે. વધુ માહિતી માટે કન્વીનર પિંકલભાઈ આહિર (મો. ૯૮૯૮૩૭૧૦૨૭) તથા ઓમ કોટવાલ (મો. ૯૬૬૨૪૮૯૬૦૦) નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવાયુ છે.







