સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ના અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બારડોલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય ભારત સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજી દ્વારા રજુ કરેલ બજેટ અંતર્ગત, કેન્દ્રીય બજેટ 2026–27ના અનુસંધાને મહિલાઓના ઉત્કર્ષ / લાભોની ચર્ચા માટે આજે શ્રી કમલમ સુરત જીલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રોજ સુરત જિલ્લા ભાજપા દ્વારા “મહિલા સંવાદ”, “યુવા સંવાદ”,” કિસાન સંવાદ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સૌ પ્રથમ મહિલા સંવાદ કાર્યક્રમ મહિલા મોરચા પ્રમુખ અવનિબેન નાયકના માર્ગદર્શન હેઠળ “મહિલા સંવાદ” (નારી શક્તિ – નવા ભારતની પથપ્રદર્શક) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ મા નારી શક્તિ ને સશક્ત કરવાના વિવિધ પ્રસ્તાવો સહર્ષ સ્વીકાર કરી વધાવવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્રીય બજેટમાં મહિલાઓ માટે કરવામાં આવેલી વિવિધ પ્રાવધાનો તથા સરકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, અંકુરભાઈ દેસાઈ, તથા રોહિતભાઈ પટેલએ આગામી સંગઠનલક્ષી પ્રવૃત્તિઓ અંગે જરૂરી માહિતી પ્રદાન કરી હતી. આ સંવાદ કાર્યક્રમમાં સુરત જીલ્લા ભાજપા મહિલા મોરચાના પ્રમુખ અવનીબેન નાયક, મહામંત્રી ડૉ.મોનાબેન શાહ, ચંદનબેન વસાવા, ગુજરાત પ્રદેશ એસ.સી. મોરચાના મંત્રી રિદ્ધીબેન પટેલ, ઉપપ્રમુખ મનીષાબેન ચૌધરી, તા.પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ, તેમજ મંડળની સૌ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ (યુવા સામર્થ્ય વિકસિત ભારત નો આધાર) વિષય પર યુવા મોરચાના પ્રમુખ દર્શનભાઇ પટેલ ની આગેવાની હેઠળ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યકર્તાઓને સંગઠનલક્ષી કામગીરી માટે માહિતીગાર કર્યા હતા. તેમજ જિલ્લા મહામંત્રી જગદીશ ભાઈ પારેખએ કેન્દ્રીય બજેટમાં યુવાનો માટે વ્યવસાય , રમતગમત સહીત વિવિધ પ્રાવધાનો તથા સરકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ, અંકુરભાઈ દેસાઈ તથા રોહિતભાઈ પટેલએ આગામી સંગઠનલક્ષી પ્રવૃત્તિઓ માટે યુવાનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લાના યુવા મોરચા પ્રમુખ દર્શન પટેલ,જિલ્લા મહામંત્રી આકાશ વાસીયા, હાર્દિપ પટેલ તથા જિલ્લાના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ત્યાર બાદ કિસાન સંવાદ” યોજાયો, જેમાં સુરત જીલ્લા ભાજપા કિસાન મોરચાના પ્રમુખ/મહામંત્રી નીલેશભાઈ દેવધરા, વિમલભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ,મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઇ દેસાઈ, મંત્રી હિતેશભાઈ નાયક, જીલ્લા સોશિયલ મીડીયાના ઇન્ચાર્જ વિજયસિંહ સોલંકી , મીડિયા કન્વીનર તેજસ વશી,તેમજ તમામ મંડળના કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें