ગાંધીનગર
🔹 રાજ્યની 152 નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતાં નાગરિક સેવાલક્ષી વિકાસ પ્રોજેક્ટ્સમાં વેગ આવશે…
🔹 વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની ભરવી પડતી રકમમાંથી મુક્તિ મળશે; એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે…
🔹 નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પંપીગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ લીક્વીડ વેસ્ટ મેનેજમેંટ પ્લાન્ટ માટે સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તેવો સિટીઝન સેન્ટ્રીક અભિગમ અપનાવ્યો







