ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં ભારત-જર્મન CEO ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલ જર્મન બિઝનેસ ડેલિગેશન સાથે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી;
પ્રિસિઝન એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેક્ટરમાં જર્મનીની તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી.
ભારતના GDP ગ્રોથમાં ગુજરાતના 8 ટકાથી વધુના મહત્ત્વપૂર્ણ યોગદાનથી ડેલિગેશન પ્રભાવિત: MSME સેક્ટરમાં બિઝનેસ એન્ડ ઇકોનોમી સંબંધો વધારવા ઉત્સુક: જર્મન ઉદ્યોગોના રોકાણોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના મુખ્યમંત્રીના દિશાનિર્દેશ…
જર્મનીના ઉદ્યોગોએ ગુજરાત પર જે ભરોસો મૂક્યો છે તેને વધુ સંગીન બનાવીને પરસ્પર સહયોગથી આપણે વધુ પ્રગતિ સાધી શકીશું : મુખ્યમંત્રી









