સહકાર ભારતી સ્થાપના દિવસની ઉજવણી એ.પી.એમ.સી.માર્કેટ વ્યારા ખાતે તાપી જિલ્લાની કાર્યરત વિવિધ મંડળીઓ પૈકી જેઓના 100 વર્ષ પૂર્ણ થયેલ છે તેવી ૭ જેટલી સહકારી મંડળીઓનું અભિવાદન તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

11 જાન્યુઆરી સહકાર ભારતી નો સ્થાપના દિવસ હોય, સહકારી સતાયુ સન્માન સમારંભનું આયોજન કરેલ, જેમાં વિષય અનુરૂપ વ્યાખ્યા મઢી સુગરના વાઇસ ચેરમેન અલ્પેશ પટેલ, બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ, સુમુલના માજી એમ.ડી. ડૉ.પાંડે સાહેબ આપેલ જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ સંદીપભાઈ ચૌધરી, વ્યારા નગરના પ્રખ્યાત ધારાશાસ્ત્રી.શિરીષ પ્રધાન, પ્રવીણ ગામિત, નરેશભાઈ પટેલ.ગોડધા, ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમનું સંચાલન મિતલ ચૌધરી મંત્રી તથા કુલીન પ્રધાન સહકાર ભારતીય તાપી જિલ્લા અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.

સો વર્ષ પૂરું કરનાર મંડળીને સહકાર ભારતી તાપી જિલ્લા દ્વારા મોમેન્ટો, શાલ, સ્વામી વિવેકાનંદ ની બુકો તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સહકાર ભારતીય ના હોદ્દેદારો એવા રાજુ શાહ અંકુર પટેલ દર્શન દવે, અભી, વિગેરે ના આવે ખૂબ જ જેહમત ઉઠાવી કાર્યક્રમ સફળ કર્યો હતો, મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના સમગ્ર તાપી જિલ્લાના વિવિધ તાલુકા માંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें