બારડોલી વિકાસ શાહ
સમગ્ર ગુજરાતમાં SIR ની કામગીરી ચાલી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈપણ મતદાર નોંધણીથી વંચિત નહીં રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના તમામ ધારાસભ્યો, અધિકારીઓ અને કાર્યકરોને પોતપોતાના વિસ્તારોમાં ચાલી રહેલી SIR ની કામગીરી માં BLO સાથે રહી દરેક મતદારને ફોર્મ વિતરણ કરી અને ભરીને પરત કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની ગંભીરતાપૂર્વક કાળજી રાખવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજરોજ
બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પણ પોતે પોતાના મતવિસ્તારમાં સમાવિષ્ટ બારડોલી નગર અને બારડોલી તાલુકામાં ચાલી રહેલ SIR ની વિશેષ ડ્રાઈવ અંતગર્ત વિવિધ બુથોની મુલાકાત કરી અને BLO પાસેથી માહિતી મેળવી હતી અને કોઈ પણ પ્રકારની આ વ્યવસ્થા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.










