કુકરમુંડા ખાતે આવેલ શેઠ એસ. કે.કાપડિયા વિદ્યાલય ખાતે તાપી ડી.વાય.એસ.પી દ્વારા વિદ્યાર્થી સંવાદનો કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

તાપી ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા કુકરમુંડા ખાતે આવેલ શેઠ એસ. કે.કાપડિયા વિદ્યાલયના વિધાર્થીઓ સાથે સંવાદ નો એક નાનકડો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો.

નિઝર ડી. વાય એસ.પી. આઈ.એન. પરમાર તથા કિરણભાઈ પાડવી તથા અન્ય પોલીસ કર્મચારીઓ એ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ટ્રાફિક ના નિયમો પાળવા તથા તમામ બાળકો ને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવા અને પહેરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કરવા માં આવ્યો હતો.

આ સાથે સાયબર ક્રાઇમ ના વિવિધ સ્વરૂપો ની છણાવટ કરી તેમાં થી બચવા શું કરવું જોઈએ તેની વિગતવાર ચર્ચા કરી હતી.તથા પોક્સો એક્ટ અંતર્ગત ની વિવિધ જોગવાઈઓ ની વાત કરવા ની સાથે પોલીસ માં કઈ રીતે ભરતી થવાય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સાથે સાથે પોલીસ ની વિવિધ કામગીરી અને પડકારો બાબતે પણ સંવાદ કરવા માં આવ્યો હતો.શાળા ના આશરે 200 વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ એ આ જાગૃતિ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.

Leave a Comment

और पढ़ें