તાપી વ્યારા
ભારતીય જીવ જંતુ કલ્યાણ બોર્ડ દ્વારા દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ રેબીઝ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રેબીઝ રોગને અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને તેના સંપૂર્ણ નાબૂદી માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવે છે.
આ વર્ષે, ભારતીય જીવ જંતુ કલ્યાણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૬ માટે “Strong Together” ની થીમ રાખવામાં આવી છે. આ થીમ હેઠળ રેબીઝ દિવસ ૨૦૨૬ ની સક્રિય રીતે ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી હતી. આ જનજાગૃતિ કાર્યક્રમો અને એન્ટી-રેબીઝ રસીકરણ ઝુંબેશ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં કુતરા દ્વારા ફેલાતા રેબીઝ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જ આયોજનના ભાગરૂપે તાપી જિલ્લામાં વેટ પોલી ક્લિનિક, જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને EMRI Green Health Services ના સંયુક્ત સહયોગથી વ્યારા પશુ દવાખાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એન્ટી-રેબીઝ વેક્સીનેશન કેમ્પ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોને રેબીઝ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ મફતમાં (ફ્રી) વેક્સીનેશન પણ કરવામાં આવ્યું હતું.









