તાપી વ્યારા

તાપી જિલ્લા કલેકટરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું..
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી ગેરબંધારણીય કામગીરી અને વોટ ચોરીના ગંભીર આક્ષેપો અંગે લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને લઈને દેશભરમાં લોકશાહી બચાવો અભિયાન ચાલી રહ્યું છે.
જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તાપી જિલ્લામાં પણ ધારણ પ્રદર્શન યોજાયું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ ગુજરત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (માજી કેન્દ્રીય રાજ્ય મંત્રી ભારત સરકાર) ડૉ. તુષારભાઈ ચૌધરી અને તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાપી જિલ્લા કોંગ્રેસના તમામ તાલુકા પ્રમુખઓ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, NSUI, સેવાદળ સહિત તમામ ફ્રન્ટલ અને સેલના પ્રમુખઓ, તાજેતરમાં ચૂંટણી લડેલા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .
કોંગ્રેસ પક્ષની માંગ છે કે –
1. વોટ ચોરીની નિષ્પક્ષ તપાસ થાય.
2. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે.
3. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામું આપે.









