સોનગઢ પોલીસે ₹૧૪ લાખથી વધુના વિદેશી દારૂ સાથે ૩ ઈસમોને ઝડપ્યા !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી સોનગઢ

તાપી જિલ્લાની સોનગઢ પોલીસ ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. સોનગઢ ફાટા નજીકથી પસાર થતી એક બંધ બોડીની બોલેરો પિકઅપ ગાડીમાંથી પોલીસે રૂ. ૯.૯૦ લાખની કિંમતનો ભારતીય બનાવાટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી કુલ રૂ. ૧૪,૦૫,૦૭૮/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સોનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી આધારે સોનગઢ ફાટા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી બોલેરો પિકઅપ ગાડી (નંબર: GJ-26-U-0785) ને રોકીને તપાસ કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી ૫,૬૬૧ નાની-મોટી દારૂની બોટલો અને ટિન (કુલ ૧૪૧૧.૮૩ લિટર) જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. ૯,૯૦,૦૭૮/- થાય છે.

જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત :-

વિદેશી દારૂનો જથ્થો: ₹૯,૯૦,૦૭૮/- (૫,૬૬૧ બોટલ/ટિન)

બોલેરો પિકઅપ ગાડી (GJ-26-U-0785): ₹૪,૦૦,૦૦૦/-

મોબાઈલ ફોન (૦૩ નગ): ₹૧૫,૦૦૦/-

કુલ મુદ્દામાલ: ₹૧૪,૦૫,૦૭૮/-

ઝડપાયેલા આરોપીઓ :-

૧. કેલાશચંદ્ર ઉગમલાલ ગુર્જર (હાલ રહે. લસાણા, સુરત / મૂળ રાજસ્થાન)

૨. ગેહરૂ દયારામભાઈ ગુર્જર (ઉંમર ૨૬, રહે. ભીલવાડા, રાજસ્થાન)

૩.સાવરિયાલાલ રામલાલ ગુર્જર (ઉંમર ૩૧, રહે. કામરેજ, સુરત / મૂળ રાજસ્થાન)

બે આરોપીઓ વોન્ટેડ જાહેર :

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો સેલવાસના વાસોણા ખાતે રહેતા અનિલભાઈ ભાવર દ્વારા ભરી આપવામાં આવ્યો હતો અને વડોદરાના સુનિલભાઈ નામના ઈસમે મંગાવ્યો હતો. પોલીસે આ બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें