તાપી જિલ્લાની આંગણવાડીઓમાં બાળકોના પોષણ અને શારીરિક વૃદ્ધિની ચકાસણી માટે વજન-ઊંચાઈ માપવાની કામગીરી હાથ ધરાઈ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

તાપી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવા માટે વજન અને ઊંચાઈ માપવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી સામાન્ય, મધ્યમ કુપોષિત અને ગંભીર કુપોષિત બાળકોની સમયસર ઓળખ થઈ શકે.

જિલ્લામાં કુપોષણનું પ્રમાણ ઘટાડીને દરેક બાળકનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી સમયાંતરે વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ બાળકોને ‘દૂધ સંજીવની યોજના’ સહિત સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓનો લાભ નિયમિત અને અસરકારક રીતે મળી રહે છે કે નહીં તેની સમીક્ષા કરે છે.

આ ઉપરાંત તેઓ સીડીપીઓ, આંગણવાડી સુપરવાઈઝર અને કાર્યકર બહેનોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વધુ ગુણવત્તાયુક્ત, પારદર્શક અને પરિણામલક્ષી કામગીરી કરવા પ્રેરિત કરી રહ્યા છે.

 

Leave a Comment

और पढ़ें