તાપી ડોલવણ

ડોલવણની સરકારી કચેરી માંથી વધુ એક લાંચિયો અધિકારી ACB ના હાથે ઝડપાયો. અગાઉ પણ ડોલવણ તાલુકા પંચાયતનો TDO લાંચ લેતા પોતાની જ ઓફિસ માંથી રંગે હાથ ઝડપાયા હતા. ત્યાર બાદ એક કર્મચારી પણ ACB ના હાથે ઝડપાયો હતો.
આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા ₹૨૫,૦૦૦ની લાંચ લેતા એ.સી.બી. (ACB) ના હાથે આબાદ પકડાઈ ગયા છે.
ફરિયાદીએ ખેતીની જમીન (બ્લોક નં-૩૮, ડોલવણ કમલાપોર) જરાયતમાંથી બાગાયતીમાં તબદીલ કરવાની અરજી મામલતદાર કચેરીએ કરી હતી. આ સરકારી કામની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી નાયબ મામલતદારે ₹૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
આરોપી:-
પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા (નાયબ મામલતદાર, ડીઝાસ્ટર/મહેસુલ વિભાગ, ડોલવણ)
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ACBનો સંપર્ક કર્યો. આજે ACBની ટીમે ઓફિસમાં જ લાંચનું છટકું ગોઠવ્યું અને આરોપી ₹૨૫,૦૦૦ સ્વીકારતા જ સ્થળ પર જ દબોચાઈ ગયા!










