બારડોલી


ભારતીય જનતા પાર્ટી ગુજરાતના માર્ગદર્શન અનુસાર, સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સુમુલ ડેરી – સુરત)ના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી ૨૦૨૬ માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા આજરોજ
શ્રી કમલમ્ , મધ્યસ્થ કાર્યાલય – સુરત જીલ્લા ભાજપા, બારડોલી ખાતે લેવામાં આવી .
સુરત અને તાપી જીલ્લાની કુલ ૧૬ બેઠકો પર ચુંટણી લડવા માંગતા સંભવિત ઈચ્છુક ઉમેદવારોને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હેઠળ સુનાવણી હાથ ધરી હતી.જેમા ભારતીય જનતા પાર્ટી સુરત-તાપી જીલ્લા ભાજપાના સંગઠનાત્મક હોદ્દેદારઓ અને ચુંટાયેલા જન પ્રતિનિધિઓને સાંભળવા માટે, ભારતીય જનતા પાર્ટી – ગુજરાત નિયુક્ત પ્રદેશ નિરીક્ષકો શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ (પૂર્વ પ્રદેશ મહામંત્રી), દુષ્યંતભાઈ પંડ્યા (પ્રદેશ કારોબારી સભ્ય) અને ગીતાબેન રાઠવાએ (પ્રદેશ ઉપપ્રમુખ)એ સેન્સ પ્રક્રિયા હાથ ઘરી હતી.











