તાપી કલેક્ટર દેવ ચૌધરીએ વાલોડ તાલુકાની નનસાડ, શાહપોર ગ્રામ પંચાયત અને વાલોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વાલોડ

તાપી જિલ્લાના કલેક્ટર દેવ ચૌધરીએ શુક્રવારે વાલોડ તાલુકાની મુલાકાત દરમિયાન નનસાડ અને શાહપોર ગ્રામ પંચાયત કચેરી તેમજ વાલોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

કલેક્ટર દેવ ચૌધરીએ નનસાડ ગ્રામ પંચાયત કચેરી અને શાહપોર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોને આપવામાં આવતી સેવાઓ, વિવિધ યોજનાઓના અમલીકરણ તેમજ દસ્તાવેજી કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામ પંચાયત સ્તરે નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ સ્વચ્છતા, સુવિધા અને લોકોની અરજીઓના ઝડપી નિકાલ પર ભાર મૂક્યો હતો.

ત્યારબાદ કલેક્ટરએ વાલોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થા, ફરિયાદ નિવારણ કામગીરી તેમજ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે વાલોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનાઓ સાથે ચર્ચા કરી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Comment

और पढ़ें