ડાંગ

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ વિહિરમાં આદિવાસી પરિવાર સાથે ડાંગી ભોજનનો આસ્વાદ માણ્યો, શાળાના સામાન્ય ઓરડામાં કર્યું રાત્રિ રોકાણ…
રાજ્યપાલએ ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી સંવાદ સાધ્યો; વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા-સફાઈ અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે એકજૂટ થઈ આદર્શ અને શિક્ષિત ગામ બનાવવા ગ્રામજનોને કર્યું આહ્વાન…
સ્વચ્છ સમાજના નિર્માણ માટે રાજ્યપાલએ જાતે ઝાડુ પકડી સફાઈ અભિયાનનું નેતૃત્વ કર્યું: “એક પેડ માઁ કે નામ” અભિયાનને વેગ આપતા ગોંડલ વિહિરમાં વૃક્ષારોપણ કર્યું…
રાજ્યપાલએ ઘૂબીટા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત દામુભાઈ કાકડભાઈ ભોયેના ખેતરની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો; ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો મંત્ર આપ્યો…









