વ્યારામાં સયાજી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

સ્થાનિક કારીગરોની કળાને મંચ આપવા અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વેગ આપવા માટે વ્યારા નગરપાલિકાના સયાજી ગ્રાઉન્ડ ખાતે શનિવારે ‘સ્વદેશી મેળો-૨૦૨૬’ (શોપિંગ ફેસ્ટિવલ) ની શરૂઆત થઇ છે.

ગુજરાત શહેરી આજીવિકા મિશનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ રિતેશભાઇ ઉપાધ્યાય, ઉપપ્રમુખ નિલમબેન શાહ, ચીફ ઓફિસર વંદનાબેન ડોબરીયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું.

આગામી ૧૦ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ૫૦થી વધુ સ્ટોલ્સ દ્વારા હસ્તકલા, ખાદી, આયુર્વેદિક ઉત્પાદનો અને માટીકામ જેવી સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જેનો લાભ નગરજનો સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી લઈ શકશે.

આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક રોજગારી વધારવાનો અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મેળામાં રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેનઓ સહિત સંગઠનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન NULM શાખાના મેનેજર મયંકકુમાર ચૌધરી, જયાબેન ગામીત અને જીગલ ગામીત દ્વારા કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ વ્યારાના નગરજનોને વધુમાં વધુ સંખ્યામાં આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક સ્વસહાય જૂથોના ઉત્પાદનો ખરીદીને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें