તાપી જિલ્લા કાર્યાલય ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ નિહાળ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

તાપી જિલ્લા કાર્યાલય ખાતે ‘વિકસિત ભારત’ના પ્રણેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં દ્રઢ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનજી દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ નિહાળ્યું.

દેશના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, યુવા, મહિલા તથા ઉદ્યોગકારોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલું આ બજેટ આત્મનિર્ભરતા, સુશાસન અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ દિશા દર્શાવે છે.

આ પ્રસંગે માન્ય મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતજી, પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામીત, જિલ્લા પ્રભારી મધુભાઈ કથીરીયા, જીલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવા,ધારાસભ્ય મોહનભાઈ કોંકણી તેમજ જિલ્લા મહામંત્રીઓ રાકેશભાઈ કાચવાલા, ડૉ. નીલેશભાઈ ચૌધરી અને સુહાગભાઈ પાડવી, સહકારી આગેવાનો તથા જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें