તાપી જિલ્લામાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર ગર્ગે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને આયોજનબદ્ધ બનાવવા માટે કેટલાંક મહત્વપૂર્ણ અને રચનાત્મક સુચનો આપ્યા હતા.

આ પ્રસંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એમ.એસ.વસાવા પણ માર્ગ સલામતીના નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન દોરીને, ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનો પર યોગ્ય રીતે રિફ્લેક્ટર લગાડવા તેમજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ હેઠળ થઈ રહેલા વિભાગની કામગીરી અંગે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યુ હતુ.

આ બેઠકમાં નાયબ પોલીસ અધીક્ષક, વ્યારા-સોનગઢ ચીફ ઓફીસર, નેશનલ હાઈવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें