તાપી જિલ્લાના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની અરજી જોગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

તાપી જિલ્લામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ની પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક અભ્યાસક્રમોની જે અરજીઓ હજુ પણ શાળા કે વિદ્યાર્થી કક્ષાએ બાકી છે, તેને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. સમયમર્યાદા બાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવી અરજીઓ ફ્રીઝ કરી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ વિલંબ સ્વીકારવામાં આવશે નહીં. તેમ મદદનીશ કમિશનર (તકેદારી) આદિજાતિ વિકાસ તાપી-વ્યારા દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें