તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં દારૂ , ડ્રગ્સ, ગાંજો નશાખોરીનો કારોબાર બંધ કરાવવા તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

ગુજરાતમાં ઠેર ઠેર વધી રહેલ નશાખોરી ને બંધ કરાવવા માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા કોંગ્રેસ સમિતિ મહિલા મોરચાની બહેનો દ્વારા તાપી જિલ્લા પ્રમુખ વિભવ ગામીત ની આગેવાનીમાં તાપી જિલ્લા કલેકટરને આયોજન પત્ર આપવામાં આવ્યું.

તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિભવ ગામીતે જણાવ્યું કે જિલ્લામાં શાળા અને કોલેજોની આસપાસ તથા જાહેર સ્થળોએ પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે અને શાળા કોલેજોના વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ અને ગાંજા નું પણ સેવન વધી રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ દૂષણને બંધ કરાવવા તાપી પોલીસને સૂચન કરવામાં આવે અને કડકમાં કડક રીતે દારૂબંધીનો અમલ કરાવવામાં આવે એમ જણાવ્યું હતું.

જો પોલીસ દ્વારા આ નશાખોરી કારોબારનું વેચાણ બંધ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા ભોગ બનનાર મહિલાઓ અને બાળકો ને સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

Leave a Comment

और पढ़ें