સુરત
સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ દરમિયાન સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ટીમને મોટી સફળતા મળી છે. કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના એક ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા. ૨૦/૦૭/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનના ભાગરૂપે LCB પો.ઇન્સ. એન.જી. પાંચાણીની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન LCB PSI એચ.સી. મસાણી અને તેમની ટીમના અ.હે.કો. ચિરાગભાઈ જયંતિભાઈ તથા અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહને બાતમી મળી હતી કે મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી પલસાણા તાલુકાના ગંગાધરા ચાર રસ્તા પાસે હાજર છે.
બાતમીના આધારે LCB ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મોજે ગંગાધરા ચાર રસ્તા પરથી આરોપીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીનો કબ્જો પલસાણા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
પકડાયેલ આરોપી:-
શિવમ ઉર્ફે રાજા અમરનાથસિંગ રાજપુત (ઉં.વ. ૨૬) હાલનું સરનામું: રૂમ નં-૫૧૧, અયોધ્યા રેસીડન્સી, નીલકંઠ સોસાયટીની બાજુમાં, હલધરૂ ગામ, તા. કામરેજ, જી. સુરત
મુળ રહેવાસી વિષ્ણુપુરતરોરા, થાના-મહુવા,પોસ્ટ-ભાગવતપુર, જી. વૈશાલી (બિહાર)
આરોપી વિરુદ્ધ કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં BNS એક્ટની કલમ ૧૧૮(૧), ૧૧૮(૨), ૩૫૨ અને ૫૪ મુજબ ગુનો નોંધાયેલો હતો (ગુ.ર.નં. ૧૧૨૧૪૦૨૩૨૬૧૩૬૪/૨૦૨૬).








