સુરત મઢી
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરાવવા સુરત રેન્જ આઈ.જી પ્રેમ વીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આપવામાં આવેલ સૂચનાના આધારે, LCB પોલીસે બારડોલી તાલુકામાં એક મોટી કાર્યવાહી કરી છે.
એલ.સી.બી. ના પો.ઇન્સ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસે મઢી ગામની સીમમાં દરોડો પાડીને વરલી મટકાનો જુગાર રમાડતા અને રમતા બે ઇસમોને ઝડપી લીધા છે.
મળેલી માહિતી અનુસાર, એલ.સી.બી. શાખાના ASI રાજદીપ મનસુખભાઇ, અ.હે.કો. ભરતસિંહ જોરૂભા અને અ.હે.કો. નાગજીભાઇ કરશનભાઇ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ માહિતી મળી હતી કે, મઢી ગામની સીમમાં આવેલી કાંકરાપાર ડાબા કાઠા નહેરના કિનારે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.
બાતમી મળતાં જ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એચ.સી. મસાણી તથા ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં મઢીગામ ચંપા ફળીયામાં રહેતો શંકરભાઈ રાઠોડ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ પર રાહદારીઓ પાસેથી પૈસા લઈ જુગાર રમાડતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલા આરોપીઓના નામ:
1. શંકરભાઈ બાલુભાઈ રાઠોડ(ઉં.વ. ૫૫, ધંધો: મજૂરી, રહે. મઢીગામ, ચંપા ફળિયું, તા. બારડોલી, જી. સુરત) – જુગાર રમાડનાર
2. મહેશભાઈ દિનેશભાઇ રાઠોડ (ઉં.વ. ૪૮, ધંધો: મજૂરી, રહે. મઢીગામ, ચંપા ફળિયું, તા. બારડોલી, જી. સુરત) – વલણ લખાવનાર ગ્રાહક
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
રોકડ રકમ: ₹12,500/- (અંગ ઝડતીમાંથી)
નાઈટ મીલન, દિવસ મીલન અને કલ્યાણ બજારની બુકો (નંગ-3),બોલપેન (નંગ-1), પાટિયું (નંગ-1) અને કાર્બન પેપર (નંગ-1)
કુલ મુદ્દામાલ કિંમત ₹12,500/-








