તાપી વ્યારા
વ્યારા વન વિભાગ હેઠળ તાપી રેન્જમાં પરીક્ષેત્ર વન અધિકારી (RFO) સ્વ. વિકાસ દેસાઈ ફરજ દરમિયાન વીરગતિ પામતા સમગ્ર તાપી જિલ્લા તંત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઉપસ્થિત રહી સ્વ. વિકાસ દેસાઈની નિષ્ઠાપૂર્વકની સેવાઓને યાદ કરી તેમના પ્રત્યે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને પ્રાર્થના કરી હતી.










