સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ગૈર કાયદેસર લાકડાની હેરાફેરી કરતી ગાડીનો પીછો કરતા RFO સહિત ૨ ના કરૂણ મોત.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી સોનગઢ

ગમખ્વાર અકસ્માતમાં RFO વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનું ઘટના સ્થળે નીપજ્યું કરૂણ મોત.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે લાકડા ચોરી અટકાવવાની કામગીરી દરમિયાન મોટી હોનારત!

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક વહેલી સવારે વનવિભાગની ટીમ દ્વારા લાકડા ભરેલી એક શંકાસ્પદ ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં RFO વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીત નું નીપજ્યું કરૂણ મોત.

લાકડાની ગેરકાયદેસર તસ્કરી રોકવા માટે વન વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે જ આ દર્દનાક હાસદો સર્જાયો હતો.
આ ઘટનાથી સમગ્ર વન વિભાગ અને પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें