તાપી પોલીસની મોટી કાર્યવાહી: સોનગઢમાંથી એલોપેથિક દવાનો જથ્થો ઝડપાયો!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી સોનગઢ

તાપી જિલ્લાના સોનગઢના ચકવાણ ગામેથી સક્ષમ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર કિલનિક ચલાવતા હોમિયોપેથિક ડૉક્ટરને એલોપેથિક દવાઓના જથ્થા સાથે એસ.ઓ.જી. (SOG) શાખા, તાપીની ટીમે ઝડપી પાડ્યો છે.

આરોપી:
મનિષભાઇ પ્રકાશભાઇ સોનવણે (ઉં.વ. ૩૦), રહે.સોનગઢ.

કોઈ પણ યોગ્ય ડિગ્રી કે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપવા અને ક્લિનિક ચલાવવા બાબતે કુલ રૂપિયા ૬૭,૦૪૬/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સોનગઢ પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુનખડી PHC ના મેડીકલ ઓફીસર પ્રિયંકાબેન ચૌધરીને સાથે રાખીને આ સફળ રેઇડ કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें