તાપી વ્યારા
તાપી જીલ્લા મહામંત્ર અમિત પટેલને જાહેરમાં અપશબ્દો અને ગાળો આપી હોવાનું જણાવી વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
માજી પ્રદેશ યુવા મોરચાના મંત્રી અને સત્યજિત દેસાઈ વિરુદ્ધ ગુનો સાબિત થતા આજે બન્નેની એસ ટી.એસી સેલ દ્વારા અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .
ગુજરાત પ્રદેશના માજી યુવા મોરચાના મંત્રી અને બુહારી ગામના ઉપસરપંચ સૂરજ દેસાઈ વિરુદ્ધ એપ્રિલ માસમાં નોંધાય હતી એફઆઈઆર.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે સૂરજ દેસાઈ અને સત્યજિત દેસાઈએ તાપી જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલ વિરુદ્ધ જાહેરમાં અપ શબ્દો અને ગાળો આપતા નોંધાવી હતી ફરિયાદ..
ગત એપ્રિલ માસમાં નોંધાયેલી ફરિયાદના આધારે એસ.સી એસ.ટી સેલ દ્વારા સમગ્ર મામલાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ દરમિયાન બંને આરોપીઓ વિરોધ ગુનો સાબિત થતા આજે તેમની વિધિવત અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા બંને સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









