તાપી
તાપી જિલ્લામાં ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા ટાસ્ક ફોર્સની રચના અંગે જિલ્લા સમાહર્તા દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ખેતીવાડી, બાગાયત, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સુચારૂ માર્ગદર્શન આપતા કલેકટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ તાલુકાઓમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ખાતર વિક્રેતાઓ ઉપર મોનીટરીંગ રાખવા માટે તાલુકા કક્ષાએ સમિતિ બનાવીને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે દુરૂપયોગ ન થાય તે માટે કૃષિ વિભાગે માઈક્રો પ્લાનિંગ સાથે આયોજન કરવાનું રહેશે. સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતો ખાતરનો જથ્થો નાનામાં નાના ખેડૂતને પણ મળી રહે તેવી અપેક્ષા કલેકટર ચૌધરીએ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર રાજેશ મૌર્ય , ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી ખ્યાતી પટેલ, નાયબ ખેતી નિયામક સુનિલ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયા, કેવીકેના વૈજ્ઞાનિક ડો.સી.ડી.પંડ્યા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










