નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આયોજનને આખરી ઓપ અપાયો….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

પર્યાવરણ સુરક્ષા અને સ્વસ્થ જીવનશૈલીના વૈશ્વિક સંદેશ ‘મિશન LiFE’ ને જન-જન સુધી પહોંચાડવા માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન યોજાશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે બુધવારે નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડે જણાવ્યું કે, સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ના સંકલ્પ સાથે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આગામી તા. ૧૬ અને ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં કબડ્ડી, રસાખેંચ અને સાયકલોથોન જેવી રમતો તથા પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે રંગોળી અને વારલી પેઈન્ટિંગ જેવી કલાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૬ માર્ચે સવારે ૯:૦૦ કલાકે કબડ્ડી અને બપોરે ૨:૦૦ કલાકે રસાખેંચ, રંગોળી તથા વારલી પેઈન્ટિંગ તેમજ ૧૭ માર્ચે સવારે ૬:૦૦ કલાકે ભવ્ય સાયકલોથોનનું આયોજન કરાયું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જિલ્લાના રમતવીરો, રમતપ્રેમીઓ અને નાગરિકો https://forms.gle/cM24aZsCPRb1WcrZ9 લિંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરી શકાશે.

આ બેઠકમાં નાયબ કલેક્ટરઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, સંબંધિત અને વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Comment

और पढ़ें