અમદાવાદના રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશ-વિદેશના 120થી વધુ રેડિયો ધરાવતા અનોખા ‘હેરિટેજ રેડિયો મ્યુઝિયમ’નો પ્રારંભ થશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ

અમદાવાદના રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશ-વિદેશના 120થી વધુ રેડિયો ધરાવતા અનોખા ‘હેરિટેજ રેડિયો મ્યુઝિયમ’નો પ્રારંભ થશે; સાથે જ આકાશવાણી, અમદાવાદ ખાતે વિશ્વ રેડિયો દિવસની ઉજવણીરૂપે 11 જેટલી બાળાઓ ‘હેરિટેજ’ રેડિયો માથે લઈને ગરબે ઘૂમશે.

દેશ-વિદેશના રેડિયો ખરીદવાના શોખીન સિદ્ધાર્થભાઈ જણાવે છે કે, મારી પાસે આશરે સવાસો જેટલા રેડિયો છે જે તમામ વાલ્વવાળા રેડિયો છે. વિશ્વના ખૂણે-ખૂણેથી રેડિયોનું કલેક્શન કરવાનું શરૂ કર્યું જેમાંથી મોટાભાગના રેડિયો તેની ઑરિજિનલ અને વર્કિંગ કન્ડિશનમાં છે, આ કલેક્શનમાં મેટલ અને વૂડન રેડિયો પણ છે.

Leave a Comment

और पढ़ें