ગાંધીનગર

🔹 નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘આત્મનિર્ભર ગુજરાત-2022’ યોજના હેઠળ ₹1371 કરોડથી વધુના રોકાણોને મંજૂરી
🔹 ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં ₹491.28 કરોડ, હિંમતનગરમાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં ₹402.08 કરોડ તેમજ વડોદરા જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં ₹478.02 કરોડના મૂડીરોકાણને પ્રોત્સાહક સહાય માટે મંજૂરી અપાઈ
🔹 ઓનલાઇન મોડ્યુલથી ‘ફીઝીકલ ટચ પોઈન્ટ’ નિવારવાના રાજ્ય સરકારના અભિગમને પરિણામે અરજીઓનો નિકાલ અત્યંત ઝડપી અને પારદર્શી બન્યો; લાર્જ અને થર્સ્ટ સેક્ટરની આ અરજીઓ ઉપર બે મહિનાથી પણ ઓછા સમયમાં કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી અપાઈ
🔹 ગુજરાતના ટેક્ષટાઇલ ક્ષેત્રે નવી ગતિ; 11 એકમોને ₹202 કરોડની સંભવિત સહાય મંજૂર.










