ગાંધીનગર

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી; કોલને એટેન્ડ કરવાથી લઈને GPS સિસ્ટમ દ્વારા કઈ રીતે નજીકની ગાડીને સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ‘112’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં કુલ 3,82,728 ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યાં છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં એક દિવસમાં સરેરાશ 12,000થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ સેવામાં જાન્યુઆરી 2026માં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 11 મિનિટ 56 સેકન્ડ રહ્યો છે.












