વ્યારા
તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટર ગર્ગે, વિવિધ વિભાગોને મળતી અરજીઓનો ત્વરિત નિકાલ, સરકારી કર્મચારી પેન્શન કેસોનો નિકાલ, પડતર ફાઈલોનો ત્વરિત નિકાલ, ઇ સરકારની અમલવારી તેમજ વિવિધ વિભાગના પૂર્ણ કામોની જાણકારી મેળવી પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી સાગર મોવાલિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










