૯ ડિસેમ્બરે યોજાનારી નાટ્ય સ્પર્ધાઓ માટે અરજીપત્રકો મંગાવવામાં આવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,તાપી દ્વારા સંચાલીત “જિલ્લાકક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૫-૨૬” નું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ૦૭ થી ૧૩ વર્ષ સુધીની વયજુથ નાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધક ની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ ગણવાની રહેશે. આ સ્પર્ધામાં (૧) બાળ નાટક, અને (૨) બાળ નૃત્ય નાટીકા એમ ૦૨ (બે) સ્પર્ધાઓ જિલ્લાકક્ષા અને રાજયકક્ષા એમ ક્રમશ: બે સ્તરે આયોજન કરવામાં આવશે.

બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૫-૨૬ માં ભાગ લેવા ઈચ્છતાં તાપીના સ્પર્ધકોએ નિયત નમુનાનાં અરજી ફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકનાં પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ સાથે સ્પર્ધા માટે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપી ખાતે તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.

આ સ્પર્ધા ૦૯/૧૨/૨૦૨૫ના રોજ વિદ્યાગુર્જરી માધ્યમિક શાળા, પનિયારી, વ્યારા ખાતે યોજવામાં આવશે.

Leave a Comment

और पढ़ें