વિકાસ શાહ
આ જગ્યા ઉપર કણીકંસરી માતા નું દેવસ્થાન છે જે પૌરાણિક ૪૦૦ થી ૫૦૦ વર્ષ જુનું સ્થાન છે
આ જમીન ઉપર ભૂતકાળમાં પણ કોઈક અજાણય સમો દ્વારા સાગના જાડો કાપી રાખવામાં આવ્યા છે, આ બાબતે વહીવટી તંત્રને જાણ પણ કરવામાં આવી છે
ઘુટવેલ ગામે ડુંગરી ફળીયામાં ગૌચર જમીનમાં લેવલીંગ થય ગયુ. ઘુટવેલ ગામમાં આદિવાસી સમાજ રહે છે અને ત્યાં ગૌચરની જગ્યામાં રાત્રિના અંધારાના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગૌચરની જમીન પર કોઈ પણ જાતની પરવાનગી વગર આખું મેદાન લેવલ કરવામાં આવેલ છે
આ ગૌચરની જમીન પર સાગનાં ઝાડો પણ હતા તે કાપી કોઈ લઈ ગયા છે.
આ બાબતે મામલતદાર કચેરીમાં જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી જે એક તપાસનો વિષય છે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.











