જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વ્યારા

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯માં ખાલી પડેલ બેઠકો તથા ધોરણ ૧૧માં ભવિષ્યમાં ખાલી થનારી બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ છે.

ધોરણ ૯માં પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં તાપી જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાત્ર છે. વિદ્યાર્થીનો જન્મ તા. ૧ મે, ૨૦૧૨થી તા. ૩૧ જુલાઈ, ૨૦૧૪ વચ્ચે થયેલો હોવો જરૂરી છે.

ધોરણ ૧૧માં પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં તાપી જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાત્ર છે. વિદ્યાર્થીનો જન્મ તા. ૧ જૂન, ૨૦૧૦થી તા. ૩૧ જુલાઈ, ૨૦૧૨ વચ્ચે થયેલો હોવો જરૂરી છે.

બંને ધોરણની પ્રવેશ પરીક્ષા તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૭ના રોજ યોજાશે. ઓનલાઈન અરજી માટે https://www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home તેમજ સંબંધિત પ્રવેશ પોર્ટલનો ઉપયોગ કરી શકાશે.

વધુ માહિતી માટે જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીના ફોન નંબર ૦૨૬૨૫-૨૩૩૨૮૦ પર સંપર્ક કરવા અંગે પ્રભારી પ્રચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें